________________
III
ટોળાએ પિતાના આગેવાન શ્રીપાલ (ઉંમરરાણુ)નું લગન, મયણા સાથે કરાવ્યું.
- એક મકાનમાં એકાંતમાં શ્રીપાલ અને મયણાને મેળાપ થાય છે. તે સમયે શ્રીપાલ પોતાના મનમાં વિચાર કરે છે-મારા જેવા કેઢિયા સાથે રૂપ અને લાવણ્યના | ભંડાર સમી મયણાએ રહેવું કઈ રીતે યોગ્ય નથી. મારી સાથે રહેવાથી તેનું રૂપ સૌંદર્ય અને દેહની કાન્તિ નષ્ટ થઈ જશે. મારે મયણાને સમજાવી કાંઈક કહેવું જોઈએ.
મયણાને ઉદ્દેશી શ્રીપાલ કહે છે – “હે સુંદરી ! મારા શરીરમાંથી રક્તપિત્તીયાના કે ઢના રોગની રસી ઝરી રહી છે. મારી સાથે રહેવાથી તારું રૂપ અને યૌવન નાશ પામી જશે. મારા જેવા કોઢિયા સાથે તારા જેવી રાજકન્યાએ રહેવું યોગ્ય નથી. તું રૂપમાં દેવાંગના જેવી છે. હજુ પણ યોગ્ય વિચાર કર. તારી માતાના શરણે જઈ કઈ સુંદર રાજકુંવરની સાથે લગ્ન કરી તારા જીવનને તું સફળ બનાવ.” - આ સાંભળી મયણાના હૃદયમાં કેવા ભાવ ઉત્પન્ન થયા ? શ્રીપાલનાં વચન સાંભળતાં મયણાના હૃદયમાં દુઃખ સમાતું નથી. તે ચોધાર આંસુએ રડી રહી છે. રડતાં હૈયે મયણા વિનતી કરે છે-“સ્વામીનાથ ! આપ આવાં વચન કેમ બોલો છો ? આપના વચનથી તે મારા હૃદયમાંથી,
પ્રાણ પણ ચાલ્યા જશે. મેં આપની સાથે સંબંધ કર્યો LL છે તે જીવનભર માટે કરે છે. પૂર્વમાં ઊગવાવાળે સૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org