________________
વાત કોઈ રીતે યોગ્ય નથી. મનુષ્ય પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે.” આ સાંભળતાં પ્રજપાલ રાજા કોધના આવેશમાં આવી જાય છે. જેના શરીરમાંથી રક્તપિરીયાના કોઢના રોગની રસી કરી રહી છે તેવા શ્રીપાલને રાજસભામાં બે લાવી પિતા અહંકારમાં કહે છે
મયણાને ભૂપતિ કહે, એ આવ્યો તુમ નહિ;
સુખ સંપૂરણ અનુભવે, કિમે કર્યો વિવાહ. હે મયણ, તારા કામે લાવેલ પતિ આવી ગયો છે. એની સાથે લગ્ન કરી સુખને ભગવ.” તે સમયે
મયણા મુખ નવિ પાલટે, અંશ ન આણે ખેદ,
જ્ઞાનીનું દીઠું હુવે. તિહાં નહીં કિ વિભેદ.” મયણાસુંદરીના મુખ ઉપરની રેખા જરા પણ બદલાતી નથી. મનમાં જરા પણ ક્ષેભ, ચિંતા, અશાંતિ કે ભય થતો નથી. મયણ વિચારે છે-“જ્ઞાનીનું દીઠું હવે ” જ્ઞાનીએ દીઠું હોય તે જ થાય છે, તેને કઈ બદલી શકતું નથી.
મયણાના સમ્યગ્દર્શનની નિર્મળતા અહી સ્પષ્ટ દેખાય છે. ધર્મશાસ્ત્રના અધ્યયનથી પ્રાપ્ત થયેલી નિર્મળ બુદ્ધિ મયણાના સમત્વભાવને ટકાવી રાખે છે. ધર્મ અને કર્મના અટલ સિદ્ધાંત પરની સચોટ શ્રદ્ધા તેના લોહીના અણુએ અણુમાં અને આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાપેલી હતી. તે શ્રદ્ધા મયણના મુખ ઉપરની રેખા પણ બદલવા દેતી નથી. ll શ્રીપાલ પાસે આવીને મયણ સ્વયં ઊભી રહી. કોઢિયાના |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org