________________
-
-
-
-
-
-
-
-
-
પ્રવીણ બની ચૂકી છે. મયણા સુંદરી ચોસઠ કળા ઉપરાંત પાંસઠમી કળા ધર્મકળામાં સંપૂર્ણ નિષ્ણાત બની છે. મયણના હૃદયમાં પરમાત્મા જિનેશ્વર દેવ નિરંતર વસે છે. મયણાસુંદરીનું સમ્યગ્દર્શન અત્યંત નિર્મળ છે. જિનકથિત સિદ્ધાંતના મર્મને જાણનારી બની છે.
પ્રજપાલ રાજા અને પુત્રીઓને રાજદરબારમાં પરીક્ષા લેવા માટે બેલાવે છે. રાજાએ અનેક પ્રશ્નો કર્યા. બંને પુત્રીઓએ સંતોષકારક જવાબો આપ્યા. પિતા તુષમાન થઈને કહે છે: “જેના ઉપર પ્રસન્ન થાઉં છું તેને વાંછિત આપી શકું છું. હું જેના ઉપર રેષાયમાન થાઉં છું તેનું બધું જ પડાવી લઈ શકું છું.” સુરસુંદરી કહે છે, “પિતાજી! આપની વાત સત્ય છે. જગતને જિવાડનાર એક રાજા અને બીજો વરસાદ છે.” પિતા કહે છે: “તારી ઈરછા હોય તે માગી લે. તારી મનોકામના પૂર્ણ કરી તારા સર્વ સૌભાગ્યને હું કરી આપું.” તે વખતે શંખપુરીને રાજા અરિદમન સભામાં આવેલ હતા. સુરસુંદરીની ઈચ્છા મુજબ અરિદમન રાજકુમાર સાથે સુરસુંદરીનું લગ્ન કરાવ્યું.
પિતા હવે મયણાસુંદરીને પૂછે છે, “તારી ઈરછા હોય તે માગી લે.” ત્યારે રાજાના ખૂબ આગ્રહથી મયણું કહે છે, “પિતાજી! બાહ્ય-ઋદ્ધિને મિથ્યા અહંકાર કરવો તે નથી. બાહ્ય-ઋદ્ધિ જળના તરંગ જેવી અસ્થિર વસ્તુ છે. તેના ઉપર આધાર રાખી આપ કહે છે હું બધાને સુખી અને દુખી બનાવી શકું છું, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org