________________
૩૫૩
માત્ર કૃતજ્ઞાનથી સંશય નાશ પામતા નથી. તે માટે અનુભવજ્ઞાન તે શ્રેષ્ઠ જ્ઞાન છે. માત્ર ગ્રંથજ્ઞાનના આધારે વાદવિવાદ થાય ત્યારે ખાલી ચર્ચા થાય છે. અનુભવ વગર નીચે ઊતરવું પડે છે. મારે તે ગુરૂ ચરણ પસાયે, અનુભવ દિલમાંહી પડે ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટ ઘટમાંહે, આત્મ રતિ હુઈ બેઠે રે.
મને તે ગુરૂચરણના પ્રભાવથી આત્માના પૂર્ણ સ્વરૂપને અનુભવ પ્રાપ્ત થયા છે. અને આત્મઅનુભવ થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અનંત વીર્ય, અનંત દાન, અનંત ભેગ, અનંત ઉપભોગ, અનંત લાભ આદિ આત્માની અનંત ગુણસંપત્તિનું મારા આત્મસ્વરૂપમાં દર્શન થયું. આત્માની અંદર રહેલા પરમ આનંદમય સ્વરૂપને રસાસ્વાદ થતાં પરમ તૃતિને અનુભવ થયો.
આત્માના પરમાનંદને નિરંતર અનુભવ કરનારા શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે મનમેહન જિનવરજી મુજને, અનુભવ યાલે દી રે, પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઈ પીધે રે, જ્ઞાન સુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસા રે, સમ્યગજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ નિજ બેધ સમાયે રે.
(શ્રી દેવચંદ્રજી કૃત સમવસરણનું સ્તવન)
CARS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org