________________
૩૪૭
..
થાય છે, પરંતુ તે દેવ પાતાનું સ્વરૂપ તેને આપતા નથી. જ્યારે પરમાત્મા અરિહંત દેવ “ નિજ સ્વરૂપના દાતા છે. જ્યારે ભક્ત પેાતાને તન, મન, ધન, વચન, ભાવ જે કાંઈ મળ્યું છે તે બધું પરમાત્માના ચરણે સમર્પિત કરે છે, ત્યારે પરમાત્મા તેના બદલામાં ભક્તને પરમાત્મપદ આપે છે. Law of Giving and Receiving. તેથી પરમાત્મા અરિહંત દેવ નિજરૂપના દાતા કહેવાય છે. ભક્ત જ્યારે “તમા અરિહંતાણુ' કહે છે, ત્યારે ભગવાન તત્ત્વમત્તિ -જૈને નમે છે, તે તું જ છે.’ તેવા ભાવ આપે છે.
મહાયાગી આનંદઘનજી પણ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે કે---
આપણા આતમભાવ જે, એક ચેતનાધાર રે, અવર વિ સાથ સંચાગથી, એહ નિજ પરિકર સાર રે; પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે, તાહરે દરિશને નિસ્તર્યા, મુજ સિધ્ધાં વિ કામ રે.
અહીં તાત્પર્ય એ છે કે પ્રભુમુખથી જ્યારે ભક્તને ડાયરેકટ લાઈનમાં સાંભળવા મળે છે કે“તું આ દેહરૂપ નથી, પરવસ્તુ, પરપુદ્દગલ તારું સ્વરૂપ નથી. પરવસ્તુનું કર્તૃત્વ, ભાતૃત્વ, ગ્રાહકત્વ, વ્યાપકત્વ તને ન શેાલે. તુ' સચ્ચિદાનં≠ સ્વરૂપ આત્મા છે, અનંત સુખ અને આનદના પરમ નિધાન છે, અચિંત્ય શક્તિના સ્વામી છે. સ્વ અને પરનુ વિભાજન કરી, જડ અને ચેતન્યના ભેદવિજ્ઞાનને ભાવિત કરી, તારા સ્વરૂપને તું જો. તારા સ્વરૂપમાં રુચિ કર. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org