________________
૩૧૮
મહાન સ`કલ્પ સિદ્ધ કરવા માટે અત્યારે આ જન્મમાં શુ' કરવુ જોઈએ ? અત્યારે જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ભગવાન સીમંધરસ્વામીજીના સમવસરણમાં આપણે બેઠેલા છીએ તેવુ ચિત્ર સ્પષ્ટ આપણી સામે ઉપસ્થિત કરી, તેમાં સ્થિર ખનવું. “ભગવાનની દેશના આપણે સાંભળીએ છીએ. તે દેશના આપણાં અણુએ અણુમાં પરિણામ પામે છે, આપણે પરમાત્મા પાસે દીક્ષા લઇએ છીએ. પ્રભુના કહેવા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.” આવુ સ્પષ્ટ ચિત્ર નિત્ય આપણે નજર સામે રાખીએ અને તેવા ભાવથી ભાવિત બની ધ્યાન કરીએ, તે આપણા ઉપરના સકલ્પ સિદ્ધ થઇ શકે.
આ રીતે ભગવાન સૌથી પ્રથમ આપણા મનમાં મનેામય. સત્યરૂપે ઉપસ્થિત થાય છે. ( Ideal Reality ) માક્ષ પણ આપણા મનમાં મનેામય સત્યરૂપે ઉત્પન્ન થાય છે. ( Ideal Reality )
જે વિચાર આપણા મનમાં વારંવાર ઘૂંટાય છે, તે છેવટે ભૌતિકરૂપ ધારણ કરે છે અને કાય સિધ્ધિ થાય છે. આ રીતે શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્માનું સાંનિધ્ય આપણે નિર'તર અનુભવી શકીએ છીએ.
त्वदविम्वे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नी रुपमात्रप्रथा । तस्मात्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पषो ल्लेखः किंचिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org