________________
उ२४
ના
આ પ્રમાણે પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી શ્રેણિક મહારાજા શુદ્ધ ભાવથી ભાવિત બની, પિતાના મહેલમાં જઈ આરાધનામાં લીન બની ગયા.
વચનામૃત જિનવીરનાં, નિસુણું શ્રેણિક ભૂપ; આનંદિત પહોતે ઘરે, ધ્યાને શુદ્ધ સ્વરૂપ.
આખા મગધ દેશમાં શ્રેણિકના માણસો દરરોજ ફરતા અને પ્રભુ મહાવીર સ્વામી ક્યાં વિચરે છે તેની ખબર શ્રેણિક મહારાજાને પ્રાતઃકાળમાં આપતા. તે વખતે પ્રભુ મહાવીર સ્વામી જે દિશામાં વિચરતા હોય તે દિશામાં સેનાના પાટલા ઉપર સેનાના ૧૦૮ જવને સાથિયે કરી શ્રેણિક મહારાજા સ્તુતિ કરતા. તે પછી પ્રભુ મહાવીરના સ્મરણમાં લીન થઈ જતા. વીર – વીરા - વીરના સ્મરણમાં લીન થતા ત્યારે તેમના એક એક રેમમાંથી વીરને નાદ ગૂંજત હતે, તેમના આત્માના પ્રદેશ પ્રદેશ પ્રભુ વીરનું સ્મરણ થતું હતું. તે પિતાના મનને પ્રભુ મહાવીરના સ્વરૂપમાં ઓગાળી દેતા હતા. દેહનું ભાન ભૂલી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં તદાકાર થઈને રહેતા અને જ્યારે તે પરમાત્મામાં તદાકાર ઉપગે લીન બનતા, ત્યારે પ્રભુ મહાવીર રૂપે તેમના આત્માનું પરિણમન થતું. તેટલે વખત પિતાના આત્માને મહાવીર રૂપે પરિણાવી તેમાં સ્થિર થઇ જતા પ્રભુ મહાવીરના સ્વરૂપને પોતાના આત્મામાં અનુભવ કરતી આ કારણે તે તેમણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા હતું. કેવી અદ્દભુત સાધના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org