________________
૩૨૧
-
-
-
-
-
નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાન કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે.
પરમાત્મપદ પ્રાપ્તિ માટેનું તે પુષ્ટ આલંબન છે. જેહ ધ્યાન અરિહતકે, તેહી જ આતમ ધ્યાન; ફેર કછું ઈમે નહીં, એહી જ પરમ નિધાન.”
(સમાધિ વિચાર) જે પરમાત્માનું ધ્યાન છે, તે જ આત્મધ્યાન છે. આ રીતે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મધ્યાન થવાથી, આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત થાય છે. અને છેવટે પૂર્ણ આત્મવરૂપે પ્રગટ થાય છે. માટે આત્મસ્વરૂપને અનુભવ (જે આ જન્મનું આપણું મૂળભૂત લક્ષ્ય-કેન્દ્ર છે તે) કરવા માટે આત્મધ્યાન અને તે માટે પરમાત્મધ્યાન એને તે માટે સર્વ પ્રકારની જિનભક્તિ અને તે માટે ભૂમિકા મુજબની તમામ ધર્મક્રિયાઓ અને તે માટે વિકરણ શુદ્ધિ અનિવાર્ય છે. પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણ અને આજ્ઞાપાલન રૂપ પરમાત્મ-ભક્તિ એ જ આ ભવસમુદ્રને તરવાનો માર્ગ છે.
મહેપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા ફરમાવે છે કેसारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती-बीजं, परमानंदसंपदाम् ॥ શ્રતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર
-
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org