________________
૩૧૬
-
મહાવીરની દેશનાની આ પંક્તિઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણ, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહોપાધ્યાય થશે વિજ્યજી મહારાજાએ આવી નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણું અને પ્રદક્ષિણમાં ગોઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારે, લાખે, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગવાઈ રહ્યા છે. તેને મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માનો દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી ક્રિયા કેટલી અદ્દભુત અને મહત્વની છે, તે હવે આપણને સમજાય છે.
| સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિપૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવંતે અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવંતોએ ખૂબ અનુમોદનીય પ્રયત્ન કર્યા છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઈએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં એની કરનારા પુણ્યશાળીએ આજે જૈનસંઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પંક્તિઓ કેટલી અદ્દભુત છે! આપણે સૌ તેમાં રહેલું તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂર્વકની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org