________________
૩૧૭
આ પ્રમાણેની ગંભીરતા સમજ્યા પછી, હવે આ નવ દુહા ખાલી રાજ નવ ખમાસમણાં આપણે લઈએ ત્યારે કેવા આનંદ આવશે! ક્રિયા શરૂ કર્યા પછી જ તેના મમ સમજાય છે, અને મમ સમજાયા પછી સાચા આનદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપયાગ એડવા પૂર્ણાંકની ક્રિયાને ધ્યાન કહેવાય.
આગમ નાઆગમ તણેા, ભાવ તે જાણા સાચા રે; આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચે રે.
પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિએ લઈ જવી તે. આ પરભાવ ભવસૌંસારમાં રખડાવનાર છે તેવુ સમજી પરભાવમાંથી વૃત્તિ પાછી ખેંચી લઇ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી બનાવવી. તે અનાવવા માટે શુદ્ધ આત્મચૈતન્ય જેમનુ પ્રગટ થયું છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયાગ જોડવા તેને નાઆગમથી પરમાત્માનું ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણે આત્મા પરમાત્માના આકારવાળેા અને છે. આગમથી ભાવનિક્ષેપે પરમાત્માના આકારવાળા અનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરાવે છે.
વિશેષ સમજ માટે પૂ. ૫, ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે સ્વહસ્તે લખેલ વિવેચન જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org