________________
:
અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે.
દિકે સુવિધિ જિણુંદ સમાધિ રસે ભર્યો,
ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિને વીસર્યો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન)
“અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ.” આવા આપણા શુદ્ધ આનંદમય આત્મચેતન્યનું પ્રગટીકરણ કરવાની તીવ્ર ઈરછા પરમાત્માના દર્શન, પૂજન, ધ્યાન આદિથી થાય છે.
સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો, સત્તાસા ધન માર્ગ ભણી એ સંચર્યો.
શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપને અનુભવ | અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગૂદર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે –
ત્યાગીને સવિ પર પરિણતી રસ રીઝ જે. જાગી છે નિજ આત્મ અનુભવ ઈષ્ટતા જે. (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન)
આત્મઅનુભવ એ જ પરમ ઈષ્ટ-પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્દુને સિદ્ધ કરવા માટે પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org