________________
૩૦૨
પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વાના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવું થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે.
(નમસ્કાર સ્વાધ્યાય. પુ. ર૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ–સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિંતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તે. તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા?
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org