________________
BRS
૩૦૩
કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવ પાર. (ઉ. યશોવિજયજી રચિત વાસુપૂજ્યસ્વામીનું સ્તવન.)
જગતના પદાર્થોમાં ઉપગ, તે આર્ત-રૌદ્ર ધ્યાનનું નિમિત્ત છે. પરમાત્મા અને આત્મામાં ઉપયોગ, તે ધર્મ દયાન – શુકલધ્યાનનું નિમિત્ત છે.
આતધ્યાન-રૌદ્રધ્યાન તે સંસાર છે. ધર્મધ્યાન – શુકલધ્યાન તે ભવપાર છે.
જગતના પદાર્થોના સ્થાને પરમાત્મામાં ઉપયોગ સ્થિર કરવાની કળા જે મનુષ્ય હસ્તગત કરે છે, તેને સંસારસાગર પાર કરવાનું સહેલું બની જાય છે. જે મનુષ્યને પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની કળા સિદ્ધ થાય છે, તેના કંઠમાં સ્વર્ગ અને મોક્ષની લમી વરમાળા આરોપણ કરવા તત્પર બને છે.
આવું “સાલખન ધ્યાન” એટલે કે પરમાત્માના આકારે ઉપગને પરિણુમાવવાની કળા શીખવી અને હંમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણું ચેતનાની ઊર્ધ્વ. ગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયાટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે.
૧. ને આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપગાકાર આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org