________________
૩૦૨
અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય – પરમાત્મામાં તન્મય - તદ્રપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતું ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજીએ.
ચેતનાના ઊર્વગમનના મહાન પ્રકિયા :–
આપણા ચૈતન્યમાં આકારોની ભીડ જામી છે. જેવા વિચારો આપણે કરીએ છીએ, તેવા આકાર આપણુમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય મોટા ભાગે પૈસાના વિચાર કરે છે, અને તેવા આકારે તેના ચેતન્યમાં ઉત્પન્ન થાય છે. ખાવાના, પીવાના. વના, બંગલાના, ગાડીના, ફર્નિચરના વિચાર કરે છે અને તેવા આકારે તેનામાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીના, પુત્રના, પરિવારના, સગાવહાલાંના તે વિચારો કરે છે, અને તેવા આકારવાળે બને છે. જે વસ્તુના ઉપયોગમાં આપણે હોઈએ છીએ, તેવા આકારવાળા આપણે બનીએ છીએ. પરમાત્માના ઉપયોગમાં સ્થિર બનીએ, તે પરમાત્માના આકારવાળે આપણે આત્મા (આગમથી ભાવનિક્ષેપે) બને છે. જગતના આકારના સ્થાને પરમાત્માના આકારે આપણું ચૈિતન્યમાં ઉપસાવવા તેને જ્ઞાની પુરુષે સાલંબન ધ્યાન કહે છે.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org