________________
૩૦
વખતે નવપદમાં આત્માને અને વધુ સ્થિરતા આવતાં આત્મામાં નવપદના અનુભવ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જેમ આપણે પણ કરી શકીએ છીએ. - નવપદના એક-એક પદનું છું ધ્યાન કરી, છેવટે નવપદનું ભેગું ધ્યાન કરવું. હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની આકૃતિ કલાવીતેમાં કણિકામાં અરિહંત પદ, ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ રીતે કમળાકારે નવપદનું ધ્યાન આમાનુભવ સુધી લઈ જાય છે.
શ્રીપાલ મહારાજાને જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તથા નવમા ભવે મોક્ષ પર્યત પહોંચી શકશે તેના મૂળમાં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવેલી આ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદની પ્રત્યક્ષ અનુભવસિધિ સાધના છે.
હવે આગળ પરમાત્મા મહાવીરસ્વામી દેશનામાં કહે છે –
અરિહંત પદ ધ્યાને થકે, દવહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે.
વીર જિનેશ્વર ઉપદિશે.
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org