________________
૨૯૪
-
-
-
-
-
-
નવપદનું જે સ્વરૂપ છે તેવું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર છે અને મારે હવે તે જ જોઈએ છે તેવા ધ્યેયને નિર્ણય નવપદના આલંબને થાય છે.
Architect of Originality. મૂળભૂત આત્મચેતન્ય પ્રગટ કરવાનો અત્યુ પ્રિન્ટ
આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું ધ્યેયબિન્દુ છે–તે નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંત અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવાને નિર્ણય કર્યા પછી આર્કિટેકટની પાસે નકશે આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેકટની કળાને સારી રીતે જાણનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print – નકશે તયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રવ્યકર્મના અને ભાવકર્મ (રાગદ્વેષ-મહ અને અજ્ઞાન)ના બંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત ભાગ સુધી પહોંચાડવાને blue print – નકશે નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેકટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણું મૂળ સ્વરૂ૫ સુધી પહોંચાડે છે, તે કળા નમસ્કાર મહામંત્ર અને નવપદમાં રહેલી છે.
પ્રથમ ગુણસ્થાનકથી ચતુર્થ ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ રૂપ મહા સમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગદર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું? પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકની !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org