SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ - - - - છીએ તેમાં “અમે કાંઈ જેવા તેવા નથી” એવું સાબિત કરવા પાછળ દેડીએ છીએ. “બીજા કરતાં અમે પણ ચઢિયાતા છીએ” તેવું સાબિત કરવા માનવ જીવનને મોટા ભાગને સમય ખર્ચાય છે. આ કાંઈ માનવજીવનનું ધ્યેય નથી. પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ જાણે છે અને તેવું જ સ્વરૂપ પિતાની અંદર રહેલું છે અને તે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તેવું જ્ઞાન તેને અરિહંત-સિદ્ધ ભગવંતોનાં દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સમરણ રૂપ નમસ્કારભાવથી થાય છે, ત્યારે મનુષ્ય પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવું તેવું ધ્યેય-લક્ષ્ય નક્કી કરે છે. જો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણપણે આ જીવનમાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કારણ કે અત્યારે આ પણ પાસે તે માટેની પરિપૂર્ણ સામગ્રી નથીપરંતુ આ જીવનમાં તે ધ્યેયને પહોંચવા માટે ક્યાં સુધી જઈ શકાય તેમ છે? તે બધા જ્ઞાની પુરુષોને એક જ અભિપ્રાય છે કે આ જીવનમાં આત્માનુભવ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કરી શકાય છે અને તે દ્વારા પરમાનંદને અનુભવ થઈ શકે છે. તથા ભવાન્તરમાં અનુકૂળ સંગ – સામગ્રી મળતાં પૂર્ણ આત્મસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. વર્તમાનમાં જીવનનું લક્ષ્યબિંદુ આત્મસાક્ષાત્કાર દ્વારા પરમાનંદને અનુભવ, અને ભવાન્તરનું લક્ષ્યબિંદુ પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે આ રીતે નિણત થાય છે. તેને જ Dynamic desire of In Destination - મેક્ષની તીવ્ર ઈરછા ( સંવેગ) કહેવાય છે. તે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy