________________
२८२
પરમાત્માના જે જ અનંત સુખ અને આનંદનો ખજાનો | છે” તેવું સમજાય છે, ત્યારે મારે હવે તે જ જોઈએ” || તે વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું તેવું ધ્યેય નકકી થાય છે.
પ્રભુ મુદ્રાને વેગ, પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધચ્ચે વ–સંપત્તિ ઓળખે. ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે; રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.)
માટે “નમે સિદ્ધાણે તે સર્વ શ્રેયાનું મૂળ- દયેયબિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેને નિર્ણય “નમે સિદ્ધાણના ધ્યાન દ્વારા થાય છે.
અત્યારે તે માત્ર આપણું ધ્યેય એટલું જ છે કે મારી પાસે ૧૦ લાખ અને પાડોશી પાસે ૨૦ લાખ છે, તે મારે ૨૦ લાખ ભેગા કરવા. આપણે ૨૦ લાખ ભેગા કરવા જઈએ છીએ, ત્યાં તે પાડેશી પાસે ૪૦ લાખ થઈ જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ ભેગા કરવા જઈએ છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તો પાડોશી પાસે ક્રોડ થઈ જાય છે. એટલે આપણે પણ કોડ ભેગા કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આ યુધ્ય પૂરું થઈ જાય છે. અગર તે પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે બસો-ચારસે માણસના સર્કલમાં – જેમાં આપણે વસીએ
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org