________________
જગતને નાથ બનાવ્યું. કૃપાના અવતાર, દયાના સાગર, વાત્સલ્યના ભંડાર–ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડલ રોભી રહ્યું છે. અનેકવિધ મણિ, માણેક, રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શોભી રહ્યાં છે. આકાશમાં દેવ દુભિને ગંભીર નાદ ગાજી રહ્યો છે. જાનું પ્રમાણ પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. દેવે ચામર વીંઝી રહ્યા છે.
બાર પર્વદાની રચના થઈ. સૌ પિતાના યથાયોગ્ય સ્થાને દેશના સાંભળવા માટે બેઠા. તે સમયે પાત્રીસ વાણીના ગુણોથી યુક્ત, યોજનગામની. સર્વ આનંદ પ્રદાયિની, સર્વ પાપ પ્રણાશિની, મોહ-તિમિર વિનાશિની, કલ્યાણ પર પરાવર્ધિની, કર્મકાષ્ઠ દાહિની, ભવસંતાપ હારિણી, મોહવિષ નિવારિણી, સકલ છવ સંજીવની, જીવનજયોતિ પ્રકાશિની, અનંત કરૂણામય, સુમધુર વાણીમાં પરમાત્માની દેશના શરૂ થઈ. તેને દેવેએ વાંસળીના સુમધુર સુરથી – દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી.
શ્રેણિક ઉદ્દેશી કહે, નવપદ મહિમા વીર; નવપદ સેવી બહુ ભવિક, પામ્યા ભવજલ તીર.
દેશનામાં પ્રભુ મહાવીરસ્વામી નવપદના મહિમાનું વર્ણન કરે છે. આ નવપદને સેવવાથી ઘણું ભવ્ય આત્માઓ સંસાર સમુદ્રના પારને પામ્યા છે.
આરાધનાનું મૂલ જસ, આતમભાવ છે; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org