________________
૨૮૭
આવશે.) સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છેલ્લે વરૂપ રમણતામાંથી સ્વરૂપસ્થિરતા રૂપે તપપદમાં પરિણમશે.
ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે.
આ રીતે નવપદનું ધ્યાન આપણે સૌ આરાધીએ. આ પણ ભૂમિકાને અનુરૂપ કિયા – અનુષ્ઠાન પૂર્વક નવપદનું ધ્યાન નવ ભવમાં મોક્ષને આપનાર બને છે.
જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે.
પૂ. જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે – આ સિદ્ધચક્રના પ્રભાવે સર્વ દુઃખ અને કર્મનો ક્ષય થઈ, પરમ આનંદમય આત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ઈયા નવપદ યાનને જેહ ધ્યાવે,
સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે. આ નવપદના ધ્યાનને આપણે નિરંતર ધ્યાઈએ; જેનાથી પરમાનંદમય આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે તેની પ્રાપ્તિ થાય છે. એમ નવપદ ધૃણ તિહાં લીને, હુએ તમય શ્રીપાલ.
શ્રીપાલ અને મયણાએ નવપદનું ધ્યાન કર્યું. આપણે પણ આપણી ભૂમિકા મુજબ નવપદની સર્વ પ્રકારે આરાધનાપૂર્વક ધ્યાન કરીએ.
કML
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org