________________
२८
-
-
---
-
-
-
તે ભાવના જ્ઞાન બને છે; અને ભાવનાજ્ઞાન જ્યારે પરમેષિપદના ધ્યાન સ્વરૂપ બને છે ત્યારે અનુભવજ્ઞાન બને છે. આવું અનુભવજ્ઞાન – જેમાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ હોય છે – તે માટે ધ્યાન પ્રયોગ સમ્યગદર્શનમાં બતાવ્યું. તે વધારે ઊંડાણમાં જઈ કરવાનો હોય છે અગર બીજા અનેક પ્રકારે આત્મઅનુભવ રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યગૂચારિત્ર પદ :
સમ્યગૃષ્ટિ આત્માના હૃદયમાં નિરંતર ભાવ રહે છે કે સર્વ જીવો આત્મસમાન હોવા છતાં, હું સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન કરી શકતો નથી, તેથી મને
ક્યારે જિનેશ્વર ભગવંતોએ કહેલો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય અને સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે હું વર્તન કરવાવાળે બનું ? બીજી તરફ સમ્યગૃષ્ટિ આત્મા પિતાના આત્મામાં પરમાત્માના જેવું જ સ્વરૂપ સત્તામાં રહેલું છે તે જાણીને તે સ્વરૂપનો અનુભવ કરવા માટે નિરંતર પર માત્માની ભક્તિ, આજ્ઞાપાલન આદિમાં રક્ત હોવા છતાં સંસારમાં અનેક પ્રકારની વિટંબણા હોવાથી સંપૂર્ણપણે પરમાત્મા સાથે ધ્યાનની એકતા દ્વારા પરમાનંદનો અનુભવ અને સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરી શકતો નથી. તેથી સમ્યગુદષ્ટિ આત્મા ઝંખે છે કે ક્યારે મને પરમાત્માએ કહેલે (પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂ૫) ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય અને પૂર્ણપણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી પરમાત્મા
સાથે અભેદ ધ્યાન સિદ્ધ કરી આત્મસ્વરૂપ રમણતારૂપ શુદ્ધ|| ચારિત્રના પરમાનંદનો અનુભવ કરું ?
-=
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org