________________
-
૨૭૮
આજ સુધી બહાર શોધ કરતા હતા. જગતના પદાર્થોમાં સુખ છે એમ માની દોડતા હતા.
આજે પ્રભુની કૃપા થઈ! પરમાત્માએ આપણી અંદર – આપણા આત્મામાં સુખ અને આનંદને મહાસાગર બતાવ્યો, તેને અનુભવ કરાવ્યા. પરસંગ ત્યાગ, લાગ નિજ રંગ શું;
આનંદવેલી અંકુરા હે જીવાત્મા ! પરના સંગને છોડીને આત્માના રંગમાં રંગાઈ જા. આનંદથી પૂર્ણ ભરાઈ જઈશ.
પામ્ય આજે પરમ પદને, પંથ તારી કૃપાથી, મીયાં આજે ભ્રમણ ભવનાં, દિવ્ય તારી કૃપાથી; દુઃખે સર્વ ક્ષય થઈ ગયાં, દેવ! તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકળ સુખનાં, દ્વારા તારી કૃપાથી.
આ પ્રયોગથી સંવેગ અને નિવેદ ગુણને વિકાસ થાય છે. હું પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું તે લક્ષણ ભેદથી પુદ્ગલની ભિન્નતા ભાવિત થવાથી પાંચ ઇન્દ્રિયોના વિષયોને અને સંસારના સુખના રસ “હેય’– છોડવા જેવું લાગે છે. તે રસ ઘટવા માંડે છે અને આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપને અનુભવ કરવાની લગની લાગે છે. જેથી સંવેગ ગુણ વૃદ્ધિ પામે છે. મોક્ષની તીવ્ર ઈચ્છા એટલે મેલમાં જ ઉપાદેય બુદ્ધિ થાય છે. સંસારના સુખ ઉપર રાગ ઘટતો જાય છે. મોક્ષના એટલે આત્માના પરમાનંદની . પ્રાપ્તિને રસ વધતો જાય છે. આત્માની અંદર આનંદ 2GE
ITTS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org