________________
૨૭૭
ભરેલું પડયું છે. તું બહાર જોઈ રહ્યો છે, જરા અંદર જે. તારી અંદર (તારા આત્મામાં) તો અનંત આનંદ અને સુખનો મહાસાગર ઉછાળા મારે છે. જેવું મારૂં સ્વરૂપ છે તેવું જ સત્તાએ તારૂં સ્વરૂપ છે. તારા અંદરના આનંદના મહાસાગરમાં ડૂબકી માર ! પરમાનંદનો અનુભવ થશે. પ્રભુની વાણી સાંભળીને આપણે આનંદના મહાસાગરમાં લીન બનીએ છીએ......................
દિવ્ય આનંદનો આપણે અનુભવ કરીએ છીએ.... જેમ દૂધમાં સાકર ઓગળી જાય તેમ મન આત્માના પરમાનંદમાં ઓગળી ગયું છે... .. આનંદના મહાસાગરમાં આપણે વિલીન થઈ ગયા છીએ
.................(આવો અનુભવ કરવો.) આત્માના પરમ આનંદરસને આજે અનુભવ થાય છે....
પરમાત્માના આલંબને અનંત સુખ, પરમ આનંદ, અનંત શક્તિ, કેવળજ્ઞાન આદિ અનંત ગુણસમૃદ્ધિથી પૂર્ણ આત્માનું આપણને ભાન થયું. કિંચિત્ અનુભવ પણ થયો. પ્રભુ મેરે ! તું સબ બાતે પૂરા, પરકી આશ કહાં કરે પ્રીતમ,
એ કીન બાતે અધૂરા. - આપણે આત્મા સાથે વાત કરીએ છીએ. તું સર્વ વાતે પૂર્ણ છે. તું પણ વસ્તુની આશા શા માટે કરે છે? તારી અંદર શું ઓછું છે? સુખ અને આનંદ માટે આપણે
-
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org