________________
૨૭૧
મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયજવી. કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે.
આ દષ્ટિએ આપણે જે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ તેના પ્રારંભમાં મિત્રી આદિ ભાવથી ભાવિત બનવું જરૂરી છે. મિત્રોની પરાકાષ્ટાએ કઈ પહોંચ્યું હોય તે તે તીર્થ કર શ્રી અરિહંત પરમાત્મા છે. અરિહંત પરમાત્માના આત્મા અનાદિકાલીન વિશિષ્ટ કોટિન તથા ભવ્યત્વને ધારણ કરનાર હોય છે. કૃતજ્ઞતા પતયઃ | પરાર્થ વ્યસનિનઃ | કૃતજ્ઞતા ગુણના સ્વામી અને પરાર્થના વ્યસનવાળા હોય છે. છેલેથી ત્રીજા ભવે સમ્યગદર્શનની અસાધારણ નિર્મળ કક્ષાએ પહોંચતાં તીર્થકરનો આત્મા ભવસંસારમાં દુઃખી થઈ રહેલા જગતના જીવોને જોઈને કરૂણાભાવની પરાકાષ્ઠા (climes) ઉપર પહોંચે છે. “જિનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ મોહાંધકારના કારણે જગતના જીવો ભવસમુદ્રમાં દુઃખી થઈ રહ્યા છે. જે મને કોઈ એવી શક્તિ પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને જિનશાસનની આરાધના કરાવવા દ્વારા નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે એવા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર બનું.” આ ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચી અરિહંત પરમાત્માને આત્મા તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે; અને છેલ્લા ભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતને ઉદ્ધારક એવું ધમતીર્થ સ્થાપન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org