________________
ar
ચંદ્ર નિયમિત ગતિ કરે છે, સમુદ્ર પિતાની મર્યાદા મૂત નથી. વિશ્વનું આ બધું તંત્ર દશ પ્રકારના યતિધર્મના પ્રભાવથી વ્યવસ્થિત ચાલે છે.” આવા સાધુ ભગવંતે આપણુ આરાધનામાં સહાય કરનારા છે. આપણને પણ આવું સાધુપણું ક્યારે પ્રાપ્ત થાય? તેવો સંકલ્પ કરવો જોઈએ.
“» હી નમે લોએ સવ્વસાહૂણું.” આ પ્રમાણે માળા ગણવી. માળા ગણતી વખતે નીચેનું દશ્ય નજર સામે રાખવું. પ્રયેાગ –
સકલસત્ત્વહિતાશય રૂ૫ અમૃત પરિણામ જેમને નિરંતર છે એવા સાધુભગવંતને નીલ-આકાશ જે વર્ણ ક૯૫. એવા સાધુભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે.
તેમનામાંથી નીલ વર્ણને પ્રકાશ નીકળે છે. તે પ્રકાશ આપણા અંતરાત્મામાં ઝીલીએ છીએ.... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશમાં ફેલાય છે....
તેમાંથી સકલસર્વહિતાશય અમૃત પરિણામ પ્રાપ્ત | થાય છે. તે પરિણામથી સમિતિ, ગુપ્તિનું પાલન, મહાવ્રતનું પાલન તથા દશ યતિધર્મની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે. સમ્યગ્રદશન :–
જે જિનેશ્વર ભગવંતોએ કહેલું છે તે જ સત્ય અને | શંકા વગરનું છે-આવી શ્રદ્ધાને પરિણામ તે સમ્યગ- 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org