________________
૨૫૯
અવસ્થાની ઉપેક્ષા કરે છે અને ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા.' પ્રત્યેક જીવમાં સત્તાએ રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનુ મૂલ્યાંકન કરે છે.
દલતયા પરમાત્મા એવ જીવાત્મા.
સત્તાથી દરેક જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે. અર્થાત્ આપણી અંદર સત્તાથી તેમના જેવું જ જે પૂર્ણ રૂપ રહેલુ છે, તે રૂપમાં અનંત સિદ્ધ ભગવંતા આપણને જોઇ રહ્યા છે. એટલે તેમના ઉપયેાગમાં આપણું શુદ્ધ રવરૂપ છે અને જિનાગમના આલ'ખનથી જ્યારે આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવે છે, ત્યારે આપણા અને તેમના એક વૈજ્ઞાનિક સંબધ થાય છે. તેમના ઉપયેગમાં આપણુ શુદ્ધ સ્વરૂપ અને આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સબંધ થાય છે, જેમાંથી આપણી અંદર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે.
66
શુદ્ધ સ્વરૂપની સભાનતા (Awareness in Absoluteness) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે; અને તેના ઉપાય પરમાત્માનું દર્શન, વંદન, સ્વતન, ધ્યાન અને આજ્ઞાપાલન જ છે, તેથી પરમાત્મા આપણું સર્વસ્વ ખની જાય છે. પરમાત્મા જ આપણાં પ્રાણુ, ત્રાણ, શરણ, આધાર બની જાય છે, તે જ આપણા માતા, પિતા, નેતા અને બધું છે.
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org