________________
૨૫૩
સના સંગ વિના તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. સના સંગ વિના અંતની વાતને તંત કદી મળતું
નથી.
સત્સંગ વિના વિવેક નથી. વિવેક વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી.
મુક્તિ વિના સુખ નથી. પરમ સુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. મુક્તિ માટે ભક્તિ જોઈએ. ભક્તિ માટે વિવેક જોઈએ. વિવેક માટે સંતોનો સમાગમ જોઈએ.
જગતના સર્વોત્કૃષ્ટ સંતને સમાગમ નવકાર અને નવપદમાં થાય છે.
"एतदाराधनात् सम्यगाराध्यं जिनशासनम् यतः शासनसर्वस्वमेतदेव निगद्यते । एभ्यो नवपदेभ्योऽन्यत् नास्ति तत्त्वं जिनागमे ततो नवपदी ज्ञेया सदा ध्येया च धीधनैः ॥"
(સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધના થાય છે, કારણ કે આ નવપદે એ જ જિનશાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org