________________
૨૫૦.
કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ-આ ચાર પદે કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ || છે. દાન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિપદો, આઠ ગુરૂ પાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ગ્રેવીસ યક્ષિણ, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિપાલ, નવ ગ્રહ અને નવ નિધિ–ા તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે. સો સિદ્ધચક ગુરૂ કમ્પતરૂ, અસહ મન વંછિય ફલ દિયે”
આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરે. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (૩) ચક્રાકાર આકૃતિ દ્વારા સિદ્ધચકનું ધ્યાન –
તિજય વિજય ચક્ક સિદ્ધચક્ક નમામિ.” તીર્થ કર ભગવાનની આગળ ધર્મચક હોય છે, ચક્રવર્તી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધક ચક્રાકારે સિદ્ધચક્ર યંત્રને પોતાની આગળ રાખી સિદ્ધચક્રજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચકનું ધ્યાન કરવાથી જેમ ચક્રવતી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે. તેમ સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
ચક્રો ચક્ર ને રથ બલે, સાધે સયલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે !
a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org