________________
કારણ કે તેમની દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ હતી. હે ભવ્ય પ્રાણીઓ ! (કા મત એટલે દ્રવ્ય મત.) ફક્ત દ્રવ્ય કિયાથી ખુશી ન થાઓસાચા આરાધકો દ્રવ્યથી અને ભાવથી બંને રીતે સાધે છે. વ્યવહાર અને નિશ્ચય બને નય એક, રંથનાં બે પૈડાં છે. પિતાના સ્થાને બનેની જરૂર છે. એટલા માટે કહ્યું છે કે –
નિશ્ચય દષ્ટિ હદયે ધરી, પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રને પાર. ચોથે ખંડે રે દશમી ઢાળ એ, પુરણ હુઈ સુપ્રમાણ; શ્રી જિન વિનય સુજશ ભક્તિ કરી, પગ પગ હેય કલ્યાણ.
વિનયપૂર્વક જિનેશ્વર ભગવંતની ભક્તિ કરનારનું પગલે પગલે કલ્યાણ થાય છે.
શ્રી પાલ મહારાજા પ્રજાનું પાલન પુત્રવત્ અને ન્યાય નીતિપૂર્વક કરે છે. સંઘપૂજા, સ્વામિવાત્સલ્ય વગેરે કરીને જૈન શાસનની પ્રભાવના કરે છે.
- હવે શ્રીપાલ મહારાજાનું મન નવપદજી સિવાય | બીજે કયાંય લાગતું નથી. રાત અને દિવસ પરમાત્મા જ શ્રીપાલના હૃદયમાં વસી ગયા છે. મંત્રીઓની અને રાજ્યના ઉત્તમ પ્રજાજનેની સલાહ લઈ શ્રીપાલ મહારાજા સર્વ રાયકા સ્મારમાંથી નિવૃત્ત થાય છે. તે વખતે શ્રીપાલ મહારાજા પાસે નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ ઘોડા, નવ કોડ પાયદળ, નવ મેટા દેશનું રાજ્ય, LI[ અને મયણ વગેરે નવ રાણીએ તથા નવ પુત્રને પરિવાર
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org