________________
૨૪૪
મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે.
(૨) જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવીએ, તે પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂંદી વળીએ તે પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂર્ણ થતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્દગલના ત્રણે કાળના સર્વ પર્યાને એક સમયમાં જાણી શકાય. આ લેકાલેક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈરછા કદી પણ પૂરી થતી નથી. માટે “જ્ઞાન મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
(૩) જીવની ત્રીજી ઇચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઈચ્છા છે કે મારા કરતાં કેઈની પાસે અધિક સુખ ન હોવું જોઈએ. આપણી પાસે એક કોડ છે, પણ બાજુવાળા પાસે સવા કોડ છે; તે આપણે એક કોડનું સુખ ભેગવી શક્તા નથી. વળી આપણે એવું સુખ જોઈએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા જીવને હોય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનંત અવ્યાબાધ સુખનો પરમ ભંડાર આત્મામાં પરિ. પૂર્ણ રહેલો છે. સિદ્ધના જીવને કેઈને ઓછું કે અધિક
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org