________________
૨૪૨
અરિહંતપદની પૂજા ૩૪ હીરા વડે, સિદ્ધપદની પૂજા ૮ માણેક વડે, આચાર્યપદની પૂજા ૩૬ ખિરાજનાં રત્નો વડે, ઉપાધ્યાયપદની પૂજા ૨૫ નીલમ રત્ન વડે, સાધુપદની પૂજા ૨૭ અરિષ્ટ રત્ન વડે, દર્શનપદની પૂજા ૬૭ મોતી, જ્ઞાનપદની પૂજા ૫૧ મોતી. ચારિત્રપદની પૂજા ૭૦ મોતી અને તપપદની પૂજા ૫૦ મોતી વડે કરે છે.
સિદ્ધચક્રજીનાં બીજા વલયોમાં જે જે પદે જે જે ફળ, ફૂલ વગેરે મૂકવાતાં હોય છે તે મૂકે છે.
જે જે ઠામે રે, જે ઠવવું ઘટે, તે તે હવે રે નરિંદ; ગ્રહ દિકપાલ પદે ફલ ફૂલડાં, ધરે સવરણ આનંદ.
નવ ગ્રહ, દસ દિપાલ વગેરે સિદ્ધચક્રના દરેક પદોમાં જે જે સ્થાને જે મૂકવા યોગ્ય ફળ, ફૂલ વગેરે હોય તે તે મૂકીને પૂજા કરે છે.
તે પછી સ્માત્ર અભિષેક કરે છે, અને આરતી, મંગળદિી અને શાન્તિકળશ કરે છે. તે માંગલિક અવસરે સંઘ શું કરે છે? સંઘ તિવારે રે તિલકમાળાતળું, મંગળ નૃપને કરે; શ્રી જિન માને રે સંઘે જે કર્યું, મંગલ તે શિવ ઈ.
તપ ઉજમણું રે એણી પેરે કીજીએ. તે વખતે સકલસંઘ શ્રીપાલ મહારાજાને મંગળ તિલક કરી. તેમના કંઠમાં ઈન્દ્રમાળ પહેરાવી મંગળ કરે [ છે. કારણ કે શ્રી સંધ જે કરે છે તેને તીર્થકર ભગવંતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org