________________
२उट
સ્વરૂપની પ્રાપ્તિના એટલે મેક્ષના લક્ષ્યપૂર્વક અર્થાત્ નિશ્ચયના લક્ષ્યપૂર્વક વ્યવહારનું પાલન કરીએ છીએ, તે શીવ્ર આત્માના અનુભવની દિશામાં આગળ વધી શકીએ છીએ. કહ્યું છે કે –
“નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.”
(સવાસો ગાથાનું સ્તવન) નેધ - આ પુસ્તકમાં જ્યાં આત્મસ્વરૂપને ઉલ્લેખ છે, ત્યાં ખાસ ખ્યાલ રાખવો કે જે જે ગુણસ્થાનકમાં આપણે હાઈએ, તે ગુણસ્થાનકને અનુરૂપ વ્યવહારમાં -ક્રિયામાં રત રહેનાર જ આગળ વધી શકે છે.
પહેલા ગુણસ્થાનકે રહેલ સાધક માર્ગાનુસારીના ગુણોમાં, ચોથે ગુણસ્થાનકે રહેલ સાધક સમ્યગદર્શનને
ગ્ય આચારમાં, પાંચમે ગુણસ્થાનકે રહેલ સાધક શ્રાવકચિત કર્તવ્યમાં, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધુ ભગવંત સાધુને ગ્ય સમાચારીના પાલનમાં સ્થિર હોય તે જ આત્માના અનુભવની દિશામાં આગળ વધી શકે છે. કહ્યું છે- “શુદ્ધનાં ધ્યાન તેહને સદા પરિણામે,
જેહને શુદ્ધ વ્યવહાર હડે રમે.” (ઉપાધ્યાય યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન)
શ્રીપાલ મહારાજા નવપદને નિરંતર હૃદયમાં ધારણ કરી તેના આલંબને આમધ્યાન કરે છે, તદાકાર ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org