________________
૨૩૮
-
અને સ્થિરતારૂપે પરિણમતાં આત્મસાક્ષાત્કારને પરમાનંદ પ્રગટાવે છે, માટે નિરંતર જાગતા રહેવું જરૂરી છે. પણ
ક્યાં જાગવું ? શામાં જાગવું? શા માટે જાગવું ? બજારોમાં ભાવની મેટી વધઘટ છે, તેમાં જાગતા રહેવું ? કારખાનામાં બોયલર ફાટીને ધડાકે ન થાય તે માટે જાગતા રહેવું? છોકરા-છોકરી માટે કોઈ સારી ઑફર આવે અને તે ચૂકી ન જવાય તે માટે જાગતા રહેવું ? રાજકીય ક્ષેત્રે મોટા ફેરફાર થઈ જાય તો તે માટે જાગતા રહેવું ? વિશ્વમાં આયુદ્ધ થઈ જાય તો આપણું શું થશે, તે માટે જાગતા રહેવું ? શામાં જાગવું અને ક્યાં જાગવું ?
જ્ઞાની પુરુષે એકી અવાજે કહે છે કે, આત્માના ઉપગમાં જાગવું. જે આત્મામાં જાગતે છે, તે જ સાચા જાગતે છે. બાકી જગત તે મોહનિદ્રામાં પિઢેલું છે. કરુણાસાગર અરિહંત પરમાત્મા, તેમનું શાસન, તેમનું બતાવેલું તત્વજ્ઞાન, તેમને કહેલો ધમ જીવનમાં પરિણામ પામ્યો ત્યારે કહેવાય કે સદા આપણે આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જાગતા રહીએ. આને જ Art of Awareness in Absoluteness-21474293441 342/10111 જાગૃતિની દિવ્ય કળા કહેવાય. સમ્યગદર્શન પદની પૂજામાં કહેવું છે કે –
આતમજ્ઞાનિકો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.” “પ્રકૃતિ સાત ને ઉપશમે ક્ષય તે હવે,
તિહાં આપરૂપે સદા આપ જે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org