________________
૨૩૭
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્દ્રના જેવા રોભી રહ્યા છે ! માટે આપણે એવી આરાધના કરીએ જેના પ્રભાવે આખું જગત ધર્મ પામે.
મયણનું જવલંત સમ્યગદર્શન, મયણાની અપૂર્વ શ્રદ્ધા, અને મયણાને જિનકથિત તત્વ ઉપરને આદર તે વખતે બેલે છે – વિસ્તારે નવપદ તણી, તિણે પૂજા કરે સુવિવેક, ધનને લાહો લીજીયે, રાખે મોટી ટેક.
મયણાની પ્રેરણાથી શ્રીપાલ મહારાજા રાણીઓ, માતાજી તથા સઘળા પરિવાર સાથે સાડા ચાર વર્ષ સુધી નવ આયંબિલની ઓળીપૂર્વક, અપૂર્વ રીતે સિદ્ધચક્રનું નિરંતર આરાધન કરે છે જે જે રીતે નવપદની ભક્તિ કરી શકાય તે સર્વ રીતે નવપદની ભક્તિ કરે છે. નવાં મંદિર બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, જિનબિંબ ભરાવ્યાં વગેરે રીતે અરિહંત પદની આરાધના કરી. એમ સિદ્ધતી પ્રતિમા તણું, પૂજન વિહુંકાલ પ્રણામ તન્મય ધ્યાને સિદ્ધનું, કરે આરાધન અભિરામ.
સિદ્ધભગવંતની ત્રણે કાળ પૂજા નમસ્કાર કરે છે, તન્મયપણે સિદ્ધભગવંતનું ધ્યાન કરે છે. સિદ્ધપદના ધ્યાનમાં સ્થિર બને છે. ઉપગ નિરંતર સિદ્ધપદમાં એટલે કે શુદ્ધઆત્મામાં જ જાગૃતપણે રાખે છે.
સિદ્ધ ભજ ભગવત પ્રાણી પૂર્ણાનંદી. પૂર્ણ સ્વરૂપ સિદ્ધપદમાં ઉપગની જાગૃતિ છેવટે પૂર્ણતામાં એકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org