________________
ર૩૩
---
----
---
--
-
કરૂણાના પાત્ર બની, અનંતને આશીર્વાદ મેળવી, ત્રિભુવનેશ્વરમાં તમયતા દ્વારા આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે.
અજિતસેન મુનિરાજની દેશના સાંભળી શ્રીપાલ મહારાજા રોમાંચિત થઈ ગયા. નવપદ એ મુક્તિને ઉપાય છે તે ભાવથી ભાવિત બની ગયા. ત્યાં છેલ્લે અજિતસેન મુનિરાજ કહે છે –
એ નવપદ આરાધતાં, પામીશ નવમું સ્વર્ગ; નરસુર સુખ કમે અનુભવી, નવમે ભવ અપવગે.
આ નવપદની આરાધના કરવાથી તુ નવમા દેવલોકને પ્રાપ્ત કરીશ. પછી અનુકમે મનુષ્ય અને દેવપણાના સુખ અનુભવીને નવમા ભવે મોક્ષ પ્રાપ્ત કરીશ. આ સાંભળી શ્રીપાલ મહારાજા નવપદની આરાધનામાં લીન બન્યા. આપણે પણ હવે નવપદને જીવનમાં પધરાવીએ. નવપદની ભક્તિ અને નવપદનું ધ્યાન કરીએ. શ્રીપાલનું ચરિત્ર આપણને પણ નવપદની આરાધના માટે અદ્દભુત પ્રેરણ આપે છે.
અન્યત્ર પણ મહાપુરુષોએ નવપદની સર્વ વિધિપૂર્વકની આરાધના સાથે નવપદના ધ્યાનના વિષયમાં અદભુત પ્રેરણા આપી છે.
ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org