________________
-
-
-
२२
દુઃખે સર્વે ક્ષય થઈ ગયાં, દિવ્ય તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં, દ્વારા તારી કૃપાથી.
દુઃખનું મૂળ છે જગતના પદાર્થોમાં સુખ શોધવાની પ્રવૃત્તિ. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાથી દુઃખ મળે છે, ભય, ચિંતા, અશાન્તિ થાય છે. પરંતુ જયારે મનુષ્ય પ્રભુ ભક્તિ દ્વારા પ્રભુની કૃપાને પાત્ર થાય છે, ત્યારે આત્માની અંદર રહેલા પરમ આનંદના દ્વાર ખુલ્લાં થઈ જાય છે, સર્વ દુઃખ નાશ પામી જાય છે. પરમાત્મા અને નવપદના ધ્યાન દ્વારા પિતાના આત્મામાં રહેલા પરમ આનંદરૂપ અમૃતને તે આસ્વાદ કરે છે – અનુભવ કરે છે. સર્વ દુઃખને નાશ અને સુખની પ્રાપ્તિ નવપદના ધ્યાનથી થાય છે. નવપદના ધ્યાનથી પાપને પ્રણાશ અને પુણ્યનો પ્રકર્ષ થાય છે, સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે, વિનોને વિછેદ અને મંગલનું મંડાણ થાય છે, સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું કુરીકરણ થાય છે, ઈછાઓનું ઉર્ધ્વગમન અને સત્યનું સંશોધન થાય છે. નવપદનું ધ્યાન એ ધર્મધ્યાનને ધેધ છે; જેથી ચિંતાનું શ્રા, મતિ ઉમૂલન અને સૌભાગ્યની સંપ્રાપ્તિ થાય છે.નવપદના ધ્યાનથી આત્મસિદ્ધિનું આયે જન અને આત્માના અવિનાશીપણાના આદર્શ પ્રાપ્ત થાય છે. નવપદના ધ્યાનથી પરમેષ્ટિઓ સાથે તન્મયતા–તદ્રુપતા આવે છે. તેથી આપણે આત્માને પરમેષ્ટિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું સે પાન નવપદ અને સિદ્ધચક છે. નવપદની આરાધનાથી પરમાત્માની
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org