________________
૨૩૧ સ્વરૂપની, આત્મામાં રહેલ અનંત સુખ અને આનંદના નિધાનની જાણકારી થઈ અનંત શક્તિના ભંડાર એવા પિતાના આત્માની ઓળખાણ થઈ, તેણે ઈન્દ્ર, ચન્દ્ર, ચકવતી, વાસુદેવ આદિ પદવીને રેગ જાયે. કમરૂપી રોગના ઈન્દ્ર, ચન્દ્ર આદિ પદવી તે વિકારે છે. આત્માના અનંત સુખની પાસે પદગલિક સુખે તે ઈન્દ્રજાળ જેવાં દુર્બળ છે. જાણે ધ્યાએ આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે; આતમજ્ઞાન તે દુઃખ હરે, એહિ જ શિવ હેતુ પ્રસિદ્ધ રે.
જેણે આત્માને જાણ્યો અને નવપદના આલંબને જેણે આત્માનું ધ્યાન કર્યું તે મનુષ્ય કર્મના આવરણને તોડી નાંખી સિદ્ધ સ્વરૂપ બને છે. ખરેખર ! આત્મજ્ઞાન તે દુઃખને નાશ કરનાર છે. અજ્ઞાની મનુષ્ય જગતના પદાર્થો. માંથી સુખ શોધે છે. જગતના પદાર્થોમાં સુખ નથી. છતાં તેમાં શેધેિ છે અને મળતું નથી તેથી તે મનુષ્ય આનંરૌદ્રધ્યાનથી પીડાય છે. જ્યારે તેને ખ્યાલ આવે છે કે સુખનો ભંડાર આત્મામાં છે અને સુખનો પ્રગટ પરમ ભંડાર પરમાત્મામાં છે અને સુખના પ્રગટ પરમ ભંડાર પરમાત્માની ભક્તિ દ્વારા પોતાની અંદર રહેલા સુખના પરમ ભંડાર આત્મસ્વરૂપના પરમ આનંદને અનુભવ થાય છે. ત્યારે પરમાત્મા તેનું સર્વસ્વ બની જાય છે. અને પરમામ ભક્તિ અને ધ્યાન દ્વારા તે પિતાના આત્મામાં રહેલા પરમ આનંદને આસ્વાદ કરે છે.
પાયે આજે પરમ પદને, પથ તારી કૃપાથી, મટયાં આજે શ્રમણ ભવનાં, દેવ! તારી કૃપાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org