________________
૨૩૦
એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમરૂપ રે; આતમ દરિસણ જેણે કર્યું, તેણે મુંઘો ભવ ભય ફૂપ રે.
પ્રાણી ! વાણી જિનતણ તમે ધારે હૃદય મઝાર રે.
આ નવપદનું ધ્યાન કરવાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. નવપદનું ધ્યાન કરવાથી આત્મદર્શન-આત્મઅનુભવ થાય છે. નવપદના આલંબને જેને આત્મદર્શન–આત્મઅનુભવ થાય છે, તે ભવસમુદ્રથી પાર ઊતરી જાય છે. ક્ષણ અધે જે અઘ ટલે, તે ન ટલે ભવની કેડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહીં જ્ઞાનતણ છે જોડી રે.
અઘ=પાપ વળી નવપદના આલંબને જેણે આત્મધ્યાન અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અડધી ક્ષણમાં જે પાપનો નાશ કરે છે, તે પાપોને અજ્ઞાની માણસે કરોડો ભવ સુધી ઘણી તપશ્ચર્યા કરીને પણ નાશ કરી શકતા નથી. માટે આત્મજ્ઞાનની તુલનામાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહીં.
આત્મજ્ઞાનમાં જ મગ્ન છે તે સંસારના સુખને પુદગલના ખેલ જેવાં, ઈન્દ્રજાળ જેવાં સમજે છે.
ઈન્દ ચંદાદિ પદ રોગ જાણે, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પીછા.
(અધ્યાત્મ ગીતા) જેને આત્મજ્ઞાન દ્વારા પિતાના આત્માના શુદ્ધ ચિતન્યT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org