________________
२२७
ભાવ કરવાથી નવ્વાણું કેડ સોનૈયાને માલિક મમ્મણ બન્યો. પણ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ કરવાથી નવ્વાણું ક્રોડમાંથી કાંઈ જ વાપરી શક્યા નહીં, ભેગવી શક્યો નહીં, બીજાને પણ વાપરવા ન દીધું અને આસક્ત બની સાતમી નરકમાં ગયો.
શ્રીપાલ અને મયણાનું જીવન આપણને કયાં ઉપએગી છે તે આપણે શોધીએ છીએ. કેઈ શુભ કાર્ય થાય ત્યારે હંમેશાં તેની અનુમોદના કરવી જેથી શુભકામને ગુણાકાર થાય છે. અશુભ કાર્ય થઈ જાય ત્યારે પશ્ચાત્તાપ કરવા જેથી અશુભ કર્મને ભાગાકાર થઈ જાય.
મુનિવરને પૂર્વ જન્મમાં કેઢિયા કહેવાથી શ્રીપાલને પાંચ વર્ષની ઉંમરે કઢનો રોગ થયે. સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ બોલીએ છીએ તેનું જે આ રીતે ફળ મળવાનું હોય તે ઘણું મુશ્કેલી આવી પડે. એટલે આપણે જે કાંઈ બેલીએ તે ઉપર અંકુશ રાખવો જોઈએ. દુઃખકારક, બીજાને પીડાકારક વચન કદી પણ બોલવા નહીં. શરીરથી જે કાંઈ કરીએ તેના ઉપર ચેકીંગ રાખવું, જેથી કોઈને હાનિકારક આપણાથી કાંઈ ન થઈ જાય. મનથી જે કાંઈ વિચારીએ તેના ઉપર ચેકીંગ રાખવું. જેથી કોઈનું પણ અશુભ ચિંતન ન થઈ જાય. સૌના ભલાને જ વિચાર કરે.
મુનિવરને પૂર્વ જન્મમાં ડુંબ કહેવાથી થાણ બંદરે ડુંબનું આળ આવ્યું. જે વખતે શ્રીપાલને દરિયામાં ફેંકી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org