________________
gr
૨૨૬
--
--
રાણ તે મયણાસુંદરી છે. પૂર્વ જન્મમાં શ્રીમતી રાણીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કરી સિદ્ધચક્રની આરાધના કરી. તેથી આ જન્મમાં પણ મયણાની પ્રેરણાથી શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તમને સિદ્ધચક્રની આરાધના બતાવી. તે સિદ્ધચક્રની આરાધના અને નવપદના ધ્યાનના પ્રભાવથી આ સર્વ વિશેષ પ્રકારની ઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે.
જે સિંહરાજાનું ગામ તમે ભાંગી નાંખેલું તે અજિતસેન હું પોતે જ છું. પૂર્વજન્મમાં શ્રીપાલના જીવે સિંહરાજાનું ગામ ભાંગી નાંખેલું; તેથી અજિતસેન કાકાએ શ્રીપાલનું ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડયું.”
અહીં Law of \[ultiplication-ગુણાકારના નિયમ લાગુ પડ્યો. ગામ ભાંગી નાંખ્યું અને બદલામાં આખું રાજ્ય ગયું. આ ગુણાકારને નિયમ લાગુ પડ્યો. કઈ પણ શુભ કે અશુભ કર્મ બાંધ્યા પછી અનુમોદના કરવાથી તેના ગુણાકાર થાય છે, અને કોઈ પણ શુભ કે અશુભ કર્મ બાંધ્યા પછી પશ્ચાત્તાપ થાય તે ભાગાકારને નિયમ લાગુ પડે છે.
શાલીભદ્રના છ પૂર્વ જન્મમાં ભરવાડની અવસ્થામાં મુનિરાજને ખેર વહોરાવી અને અનુમોદના કરી તેથી બીજે જન્મ શાલીભદ્રનો થે. મમ્મણ શેઠે પણ પૂર્વ જન્મમાં સિંહ કેસરિયે લાડ મુનિ ભગવંતને વહેરાવ્યો. વહેરાવતાં ખૂબ સારા ભાવ હતા, પણ પછીથી ભાવ પલટાયા. લાડ ખાવા જેવી ચીજ હતી, તે મુનિવરને | વહેરાવ્યો તે સારું ન કર્યું....લાડ વહોરાવતાં સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org