________________
૨૨૫
તપની વિધિ અને સિદ્ધચક્રની આરાધનાની વિધિ મુનિ ભગવત પાસેથી જાણું. પૂજા તપ વિધિ શીખી આરાધ્યું નૃપે રે,
રાણી સાથે તે સિદ્ધચક્ર વિખ્યાત રે. શ્રીકાંત રાજાએ શ્રીમતી રાણે સાથે નવપદની આરાધના શરૂ કરી. સાડા ચાર વર્ષ સુધી નવ ઓળીની આરાધના કરી. આ રીતે વિધિપૂર્વક આરાધના અને નવપદનું ધ્યાન કરતાં રાજાના મોટા ભાગનાં કર્મો ખપી ગયાં. પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ થઈ. તપ પૂરું થતાં ઉજમણું કર્યું. રાણીની આઠે સખીઓ રાજા અને રાણીના તપની ખૂબ અનુમોદના કરે છે. સાતસો ઉઠૂંઠ સિપાઈએ પણ અનુ. મોદના કરે છે.
એક દિવસ એક વિચિત્ર બનાવ શ્રીકાંત રાજાના જીવનમાં બની ગયો. બાજુમાં એક ગામ હતું. તેને ઠાકર સિંહરાજ હતું. તેનું નામ શ્રીકાંત રાજા અને સાત ઉઠૂંઠ માણસેએ ભાંગી નાંખ્યું. સિંહરાજાએ પાછળથી આવીને સાતસો માણસોને મારી નાંખ્યા. તે પછી ઘણે પશ્ચાત્તાપ થવાથી સિંહરાજાએ દીક્ષા લીધી અને એક માસનું અનસન કર્યું. શ્રી અજિતસેન અવધિજ્ઞાની મુનિરાજ શ્રીપાલ મહારાજાને પૂર્વજન્મ પર્ષદાની આગળ કહી રહ્યા છે. હવે શ્રીપાલને ઉદ્દેશીને કહે છે : “પૂર્વ જન્મને શ્રીકાંત રાજા તે શ્રીપાલ તું પોતે જ છે અને શ્રીમતી
૧૫
-
-
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org