________________
૨૨૮
પદની આરાધના કરે.” શ્રીપાલ મહારાજાએ પૂર્વજન્મમાં જે પાપ કર્યું, તેવું તે કદાચ આપણે આ જીવનમાં નથી કર્યું. પરંતુ નાનાં મોટાં અનેક પાપ આપણું જીવનમાં થાય છે. જે તેમાંથી પાછા ફરવું હોય તે નવપદની આરાધના કરવાને અદ્દભુત ઉપાય આપણને મળી ગયા છે.
અહીં સુધી કમની શક્તિનું વર્ણન આવ્યું. આ પ્રાયશ્ચિતરૂપ આપેલી નવપદની આરાધનામાં ધર્મશક્તિનું વર્ણન આવે છે. કરેલું કર્મ અવશ્ય જોગવવું પડશે તેમાં આપણને શ્રદ્ધા નથી. કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડશે તે વિચાર આપણને અશુભ કર્મ કરતાં રેકે છે. તે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે કરેલ ધર્મ અવશ્ય ફળશે તેવી શ્રદ્ધા આપણને ધર્મ કરવાની અદભુત પ્રેરણા અને ઉત્સાહ આપે છે. પ્રભુ મહાવીર સ્વામીને પણ કમેં છોડ્યા નથી તેમ આપણે કહીએ છીએ. એક દષ્ટિબિન્દુથી તે બરાબર છે. બીજું દષ્ટિબિન્દુ કહે છે-અનંત કમ ભગવાન મહાવીરના આત્મામાં રહેલાં હતાં. પરંતુ ભગવાનમાં જયારે ધર્મ પ્રગટ થયે ત્યારે સાડાબાર વર્ષના ટૂંકા ગાળામાં તે સઘળાં કર્મ બળીને ભસ્મ થઈ ગયાં. કર્મનું કાંઈ ચાલ્યું નહીં અને ભગવાન મહાવીર| સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું. જ્યારે આત્મા બળવાન થાય છે, જિન કથિત સાચા ધર્મને જીવનમાં ધારણ કરે છે, ત્યારે કર્મને પણ ત્યાંથી ભાગવું પડે છે. કર્મ રૂની વખાર છે. ધર્મ અગ્નિને કણિ છે. અગ્નિને કણિયે રૂની વખારને બાળીને ભસ્મ કરવાને સમર્થ છે. શ્રીકાંત રાજાએ પૂજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org