________________
૨૨૩
છે. પરમાત્માને શરણે આવેલો આત્મા સર્વ પાપ, દુઃખ, ભય, શાક, ચિંતાથી મુક્ત થાય છે. કર્મસત્તાના પંજામાંથી છૂટવા માટે ધર્મ સત્તાના શરણે આવ્યા સિવાય બીજો કોઈ માગ નથી. પંચ પરમેષ્ટિઓ ધર્મના ભંડાર છે. એમની શરણાગતિ એ જ કર્મ સત્તાના પંજામાંથી છૂટવાનો ઉપાય છે.
સર્વ પાપને પ્રણાશ કરવાનો અને પુણ્યના પ્રકર્ષને પહોંચવાનો ઉપાય નવપદની આરાધના અને નમસ્કારભાવ છે. નવપદનું આરાધન સર્વ સુવિધાઓનું સર્જન કરનાર છે, દુઃખ દર્ભાગ્યનો વિચ્છેદ કરનાર છે. તે નવપદની આરાધના દ્વારા પરમ મંગલનું મંડાણ થઈ મોક્ષનું મંગલ ગીત આત્મામાં ગૂંજતું થઈ જાય છે.
જગતનું સર્વોત્કૃષ્ટ રાજકીય દષ્ટિબિંદુ (Political view point)નું વિજ્ઞાન “નમે અરિહંતાણું અને નવપદમાં છે.
તીર્થંકર પરમાત્મા જ સર્વેશ્વર, વેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર છે. અખિલ બ્રહ્માંડ તેમની આજ્ઞાને આધીન પ્રવર્તી રહ્યું છે. તે જ Cosmic Rular છે. અને તે જ તેમની આજ્ઞા Cosmic Order છે.
એક વખત સાચા ભાવથી, અનન્ય ભાવથી જીવ જે પરમાત્માના શરણે ચાલ્યો જાય છે, તો તેના સર્વ પાપ નાશ થઈ તેને ઉદ્ધાર થાય છે. મુનિ ભગવંતે પ્રાયશ્ચિતમાં કહ્યું: “નવપદને જાપ અને તપ કરવાથી અને વિધિપૂર્વક કરેલી સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવથી સર્વ પાપનો નાશ અવશ્ય થાય છે. માટે તમારા પાપના પ્રાયશ્ચિત રૂપે નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org