________________
૨૨૨
તે ગુનેગારને સજા કરવાનું અને કાયદાને વફાદાર રહેનારનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે.
કર્મને નિયમ” તીર્થંકર પરમાત્માના સામ્રાજ્યનું ન્યાયતંત્ર” (Law of Justice) છે.
એક મનુષ્ય એક ખૂન કરે છે તે તેને ફાંસી થાય છે, હજાર ખૂન કરનારને પણ એક જ વખત ફાંસી થાય છે. પરંતુ કર્મસત્તા તે બધાની નોંધ રાખી, તેને દંડ આપે છે. કેઈ માણસે ખૂન કર્યું પણ તે પકડાય જ નહિ. તો વર્તમાન ન્યાયતંત્ર તેને કાંઈ કરી શકતું નથી. પરંતુ તીર્થ કર પરમાત્માના ન્યાયતંત્રમાં તેની નોંધ થાય છે. મનમાં કરેલા સૂક્ષ્મ વિચારની પણ કમસત્તા નોંધ રાખે છે અને અને તેનાં શુભ કે અશુભ ફળ આપે છે.
જગતનું સૌથી મોટું ન્યાયતંત્ર જિનેશ્વર ભગવતેએ બતાવેલો કમનો નિયમ (Law of Justice) છે, જેમાંથી કેઈ છટકી શકે તેમ નથી. જેવી રીતે રાજસત્તા નીચે ન્યાયતંત્ર હોય છે, તેવી રીતે દયાતંત્ર પણ હોય છે. કઈ ગુનેગારને ફાંસીની સજા થઈ હોય અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરે, તે રાષ્ટ્રપતિ તેને માફી આપી શકે છે. તીર્થકર ભગવતના સામ્રાજ્યનું દયાતંત્ર (Law of Mercy) સર્વોપરી છે. ગમે તેવા પાપીઓ પણ જ્યારે પરમાત્માના શરણે આવે છે ત્યારે તેનાં સર્વ પાપ નષ્ટ થઈ જાય છે.
એસે પંચ નમુક્કારે, સવ્વ-પાવ-૫ણસ.” પંચ પરમેષ્ટિ ભગવંતને નમસ્કાર કરનારનાં ર - પાપ નાશ પામે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org