________________
शट
શિકાર કરવાનું આપે છેડી દે.” રાણી ઘણું સમજાવે છે પરંતુ રાજાને બાલ્યાવસ્થામાંથી શિકારનું વ્યસન લાગ્યું છે તેથી રાજા શિકાર છોડી શકતા નથી.
એક દિવસ સાતસે ઉäઠ સિનિકેથી પરિવરેલે રાજા એક ગહન વનમાં આવ્યું. ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈને કહેવા લાગ્યોઃ “આ કેઢિયે અહીં ક્યાંથી આવ્યો? તેને મારે મારે.” તે સાંભળી ઉઠ્ઠઠ સિનિકે મુનિને મારવા લાગ્યા. મુનિ તે સમતા રસમાં ઝીલે છે. રાજા હસે છે.
ઘેર આવીને રાજા બધી વાત રાણીને કરે છે. રાણી કહે છે: “એક તે તમે નિર્દોષ પશુઓને મારી પાપ બાંધી રહ્યા છે અને ઉપરથી તમે મુનિને ઘાત કર્યો. તે બહુ જ ખરાબ કર્યું.” રાજા ફરીથી મુનિનો ઘાત નહીં કરવાનું કબૂલ કરે છે.
વળી એક વખત રાજા જગલમાં શિકાર કરવા જાય છે. ત્યાં નદીના કિનારા ઉપર એક મુનિરાજ ધ્યાનમાં ઊભેલા છે. વળી પાછો મનમાં દ્વેષ આવ્યો. મુનિને કાન પકડી પાણીમાં ઝબેન્યા, અને પાછા બહાર કાઢયા. રાજા પાછે મહેલમાં આવી રાણીને વાત કહે છે ત્યારે રાણી કહે છેઃ “મુનિનો ઘાત તો ભવોભવ દુઃખ આપનાર છે, સ્વામીનાથ ! પ્રતિજ્ઞા કરે કે હવે મુનિને ઘાત નહીં કરું.” રાજાએ પ્રતિજ્ઞા કરી કે મુનિને ઘાત હવે કદી નહીં કરું.
ઘણા દિવસ પછી એક દિવસ રાજા મહેલના ઝરૂખામાં ||
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org