________________
-
-
-
-
૨૧૩
વાનને હૃદયમાં ધારણ કરે છે. શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરે છે. હદયના ધબકારે ધબકારે નવપદનો જાપ કરે છે. શ્રીપાલના હૃદયમાં રહેલા પરમાત્માને દિવ્ય પ્રકાશ શ્રીપાલના શરીરની આસપાસ આભામંડલ રૂપે પ્રકાશી રહ્યો છે. જે કઈ શ્રીપાલની પાસે આવે તે અધમી હોય તે ધમી બને છે, નાસ્તિક હોય તો શ્રી પરમાત્મા ઉપર શ્રદ્ધાવાન બને છે, અશાત હોય તે શાન્ત થઈ જાય છે. શ્રીપાલ અને પરમાત્માને ધ્યાન વડે અભેદ થતું હોવાથી શ્રીપાલનું દર્શન કરનારને શ્રીપાલના હૃદયમાં રહેલા પરમાત્માનું દર્શન થાય છે.
ઈહાં ઉક્તિને યુક્તિ સુચંગ રે સેભાગી, નવપદ મહિમાનો રંગ રે, સોભાગી, એકથી લહીએ જ્ઞાન તરંગ રે સોભાગી, વલિ વિનય સુયશ સુખસંગ રે ભાગી.
આવા નવપદના મહિમાથી જેનું મન રંગાય છે તેને જ્ઞાનની ઉજજવળતા પ્રાપ્ત થાય છે. વિનય, યશ અને સુખના સંજોગે પ્રાપ્ત થાય છે. ચોખા ખંડની છઠ્ઠી ઢાળ અહીં પૂરી થઈ. એહવે રાજઋષિ ભલે, અજિતસેન જસ નામ; એહિ નાણ તસ ઉપવું, શુદ્ધ ચરણ પરિણામ.
શુદ્ધ અને નિર્મળ ચારિત્રના પરિણામથી અજિતસેન મુનિરાજને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે અવધિજ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org