________________
૨૧૧
રાજાને વધાવે છે, તે વખતે હાથમાં પહેરેલાં સુવર્ણ કંકણેના રણકારને અવાજ થઈ રહ્યો છે. પગનાં ઝાંઝરને ઝંકાર થઈ રહ્યો છે. કટિ મેખલાનાં ખલકાર અને માદળિયાના ધીંકારનું મધુર સંગીત સંભળાય છે.
તે વખતે સર્વ રાજાઓ ભેગા થઈને શ્રીપાલ મહારાજાને રાજ્યાભિષેક કરે છે. મયણાસુંદરીને પટરાણું તરીકે અભિષેક કરે છે. બાકીની આઠ રાણીઓને રાણી પદે સ્થાપે છે. પ્રજાજને પિતાની જાતને ધન્ય માને છે. શ્રીપાલ જેવા ગુણના નિધાન, પરોપકારી, પુત્રવત્ પ્રજાનું પાલન કરનાર, ન્યાયસંપન્ન અને ધર્મના ધ્વજને ફરકાવનારા રાજા પ્રાપ્ત થતાં પ્રજાજનોના હૃદય આનંદથી ઊભરાઈ રહ્યાં છે. આવા શ્રીપાલ રાજાના પ્રજાજન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેથી સૌ પિતાને ધન્ય માને છે.
શ્રીપાલ મહારાજાએ તે વખતે મતિસાગરને મુખ્ય મંત્રીપદે સ્થાપન કર્યા. ધવલના જે ત્રણ સુબુદ્ધિ મિત્રો હતા તેમને મંત્રીપદે સ્થાપ્યા. કૌશાંબી નગરીથી ધવલશેઠના પુત્ર વિમલને બોલાવી તેને નગરશેઠની પદવી આપીને વિમલશેઠ નામ રાખ્યું.
ઉદારતાપૂર્વક ધન વ્યય કરીને શ્રીપાલ મહારાજા સર્વ પપકારનાં કાર્યો કરે છે.
ઉત્સવ ચિત્ય અઠાઈયાં રે લોલ, વિરચાવે વિધિ સાર રે સોભાગી,
સિદ્ધચક્રની પૂજા ઉદાર રે સોભાગી, gL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org