________________
૨૦૭
આપે સ્વરૂપ રમણતા રૂપી પંડિતવીર્ય વડે કામદેવને પણ હણી નાંખ્યો. સ્વરૂ૫ રમણતારૂપ આપના આત્મામાં થયેલા આનંદને દેખી નવ નોકષાય, સિંહના અવાજથી હાથી જેમ ભાગે તેમ ભાગી ગયા. તે પુગલ અપા બિહુ. ૫ખે થપ્પા, લક્ષણે વારૂજી.
ખરેખર, આપે પુદગલનો અને આત્માની લક્ષણ ભેદથી બે જુદી જુદી થપ્પીઓ કરી. (પતપોતાના પક્ષમાં સ્થાપન કર્યા.) પુદગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. આપે તો પુદગલ અને આત્મા બંનેના જુદાં જુદાં લક્ષણાથી બંનેને જુદાં જુદાં અનુભવ્યાં. પુદગલને પરદ્રવ્ય સમજી તેને ત્યજી દીધું અને આ૫ આત્માના સ્વરૂપમાં –આત્માની રમણતામાં સ્થિર બન્યા.
પરિસહની કે જે, તું નિજ મોજે, વિશ્વને વારૂજી. ઉપસિગને વર્ગો, તું અપવર્ગો, વિશ્વને તારૂછ.
પરિષહ આવે તે સમયે આપ તે આત્માના પૂર્ણ આનંદ સ્વરૂપની મેજમાં સ્થિર હોવાથી પરિષહ પાર કરી ગયા છે. ઉપસર્ગ સમયે પણ આપનું ચિત્ત અપવર્ગ એટલે આત્માના પૂર્ણ શુદ્ધ આનંદના અનુભવમાં લીન હોવાથી ઉપસર્ગને પણ આપ પાર પામી ગયા છો. તમે અનુભવ જોગી, નિજ ગુણ ભેગી, વિશ્વને તારૂછ; તમે ધર્મ સંન્યાસી, શુદ્ધ પ્રકાશી, તત્ત્વના વારૂજી.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org