________________
२०९
શુભ પરિણામની ધારાએ ચઢેલા અજિતસેન રાજા હવે અજિતસેન મુનિરાજ બન્યા..
હવે અજિતસેન મુનિરાજ ઉત્તમ ગુણોના ભંડાર બન્યા. શ્રીપાલ મહારાજા અંતરંગ ભક્તિપૂર્વક વંદન કરી મુનિરાજી સ્તવના કરે છે. વાચકો! આપણે પણ સૌ સ્તવના કરીએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત મુનિરાજના ગુણોની સ્તવના કરી આપણે આપણાં પાપોને નાશ કરીએ.
ઉપશમ અસિધારે, ક્રોધને મારે વિશ્વનો તારૂજી તું મદ્રવ વજજે, મદ ગિરિ ભજે મેટકા વારૂજી; માયા વિષ વેલી, મૂલ ઉખેડી, વિશ્વને તારૂજી;
તેં અજવ કલે, સહજ સલલે સામટી વારજી. - હે મુનિરાજ ! આપ ઉપશમ રૂપ તલવારની ધાર વડે ક્રોધને હણે છે. ક્ષમા ગુણને ધારણ કરે છે. નમ્રતા રૂપ વજી વડે અભિમાન રૂપ પર્વતને ભેટે છે. સરળતા રૂપ ખીલા વડે માયા રૂપી વેલડીને ઉખેડી નાંખે છે. મૂચ્છજલ ભરીયે, ગહન ગુહરિયે, વિશ્વને તારૂજી; તે તરિયો દરિયે, મુનિ તરીશું, લોભને વારજી.
આ સંસાર સમુદ્ર મૂછી રૂપી જળથી ભરેલું છે. અમે સૌ સંસારી જી મૂછ (આસક્તિ)રૂપ જળથી ભરેલા દરિયામાં ડૂબી રહ્યા છીએ. પણ આપ તે સંતોષ રૂપ હેડીને આશ્રય લઈ મૂછ રૂપ જલના સમુદ્રને તરી ગયા. આપે તો ચારિત્ર રૂપી વજ વડે ચાર કષાય જે સંસારના મૂળ છે તેને ભેદી નાંખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org