________________
-
: --
**
*
*
* * ---
* *
- *
*
-
---
I
-
- -
--
-
----------
૨૦૩ ચતુર્મુખ તે ઉતાવળે માળવા દેશ જઈ શ્રીપાલને | ખબર આપી. શ્રીપાલ પિતાનું ચંપાનગરીનું રાજ્ય પાછું મેળવવાની પવિત્ર ફરજ બજાવવા માટે ચતુરંગ સેના સાથે ચંપાનગરી તરફ પ્રયાણ કરે છે. અજિતસેન રાજા પણ સૈન્ય સહિત સામે આવ્યું. યુદ્ધની નેબતે વાગી. ભયંકર યુદ્ધ ખેલાયું. અજિતસેનનું સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું. તે વખતે અજિતસેન પિતે યુદ્ધના મેદાનમાં આવ્યું. તે વખતે શ્રીપાલના સુભટે સાતસો રાણાએ અજિતસેનને ઘેરી વળ્યા. અજિતસેનને પકડીને બાંધી લીધે. અજિતસેનને બંદીવાન બનાવી સુભટે શ્રીપાલની સમક્ષ લાવી રહ્યા છે. શ્રીપાલ તે વખતે સામે આવી, બંધન છોડાવી, કાકા અજિતસેનને કહે છે: “પિતાજી! રાજ્ય તમે ભેગ. જરા પણ ખેદ ન કરે. મને રાજ્યની ઈચ્છા નથી. તમે સુખપૂર્વક રાજ્ય ભેગ.” આ વચન સાંભળી અજિતસેન મનમાં વિચાર કરે છે: “જ્યાં આ બાળક અને ક્યાં હું? યુદ્ધમાં હારવા છતાં રાજ્ય પાછું આપે છે. અને મેં બાલ્યાવસ્થામાં શ્રીપાલનું રાજ્ય પડાવી લીધું. મેં બાળદ્રોહ કર્યો, નેત્રદ્રોહ કર્યો, રાજ્યદ્રોહ કર્યો. આ ત્રણે ભયંકર ગુના મેં કર્યા. કોઈ નિર્દય માણસ પણ ન કરે તેવું પાપ મેં કર્યું. મારે હવે નરકગતિ સિવાય બીજું કઈ સ્થાન, નથી.” આમ અજિતસેન અત્યંત પશ્ચાતાપ કરે છે અને વિચારે છે.
એહવા પણ બહુ પાપને, ઉદ્ધરવા દિયે હથ્થ; પ્રત્રજજા જિનરાજની, છે ઈક શુદ્ધ સમ0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org